vriddha pension Yojana 2024: વૃદ્ધ પેન્શન યોજના 2024, મળશે માસિક રૂપિયા 1250 ની સહાય

vriddha pension Yojana 2024: નમસ્કાર મિત્રો,ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ વર્ગોના લોકો માટે અનેક સહાયકારી યોજનાઓ અમલીકરણ કરવામા આવી છે. જેમાં મહિલાઓ, બાળકો અને ખાસ કરીને વૃદ્ધો માટે વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય આપવામા આવતી હોય છે.વૃદ્ધ પેન્શન સહાય યોજના પણ આવી જ એક સહાયકારી યોજના છે.

વૃદ્ધો ને સહાય મળે તેવી ઘણી યોજનાઓ અંતર્ગત સહાય આપવામા આવતી હોય છે. આજે આ પોસ્ટમા આપણે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના અને નિરાધાર વૃધ્ધ પેન્શન સહાય યોજના મા કઇ રીતે સહાય આપવામા આવે છે. આજના આ લેખમાં અમે તમને તેના વિશેની સંપૂર્ણ માહિતી આપીશું.

વૃદ્ધ પેન્શન યોજના પાત્રતા | vriddha pension Yojana 2024

  • આ યોજનાનો લાભ મેળવવા માટે 60 વર્ષ કે તેથી વધુ ઉમરના વૃદ્ધો ફોર્મ ભરી શકે છે.
  • BPL યાદિમા 0 થી 20 નો સ્કોર ધરાવતા હોવા જોઇએ.
  • જો કે હવે નવી જોગવાઇ અનુસાર BPL યાદિમા ન હોય તો પણ આ યોજના અંતર્ગત સહાય મેળવવા પાત્રતા ધરાવે છે.

મળતી સહાયની રકમ

આ યોજના હેઠળ ૬૦ થી ૭૯ વર્ષનાં લાભાર્થીને દર મહિને રૂ. રૂ. 1000 /- ની સહાય તથા ૮૦ કે તેથી વધુ ઉમરના લાભાર્થીને દર મહિને રૂ. 1250/- સહાય ચુકવવામાં આવે છે.

ક્યા કરવાની રહેશે અરજી ?

આ યોજના અંતગત સહાયનો લાભ મેળવવા માટે સબંધિત જિલ્લા/તાલુકાના જન સેવા કેન્દ્ર, મામલતદાર કચેરી એ રૂબરૂ ફોર્મ ભરી જરૂરી ડોકયુમેન્ટ જોડી અરજી આપી શકાય છે. ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતથી https://www.digitalgujarat.gov.in/ પરથી પણ ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે.

Read More –

વૃદ્ધ પેન્શન યોજના 2024 અરજી કરવા જરૂરી દસ્તાવેજ

  • ઉંમરની સાબિતી માટે ઉંમરનું પ્રમાણપત્ર /શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / ડોક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર.(આ પૈકી કોઇ પણ એક).
  • ગરીબી રેખાની BPL યાદી પર નામ હોય તો તે અંગેનું પ્રમાણપત્ર.
  • લાભાર્થીના આધાર કાર્ડ ની નકલ.
  • બેન્ક/પોસ્ટ ઓફીસ ખાતાની પાસબુકની નકલ

વૃદ્ધ પેન્શન યોજના 2024 એપ્લિકેશન ફોર્મ | vriddha pension Yojana 2024

  • તમારા જિલ્લાની જિલ્લા કલેકટર કચેરી પરથીતમારા તાલુકાની મામલતદાર કચેરીથી આ ફોર્મ વિનામૂલ્યે મેળવી શકાશે.
  • ગ્રામ્ય કક્ષાએથી (V.C.E.) ગ્રામ પંચાયતથી ઓનલાઈન પણ ફોર્મ ભરી શકાય છે.
  • નીચે દર્શાવેલ લીન્ક પરથી પણ ફોમ ડાઉનલોડ કરી શકાશે.
  • https://digitalsevasetu.gujarat.gov.in/SchemPortal/ServiceGroup.aspx
  • ઉપરાંત આ આર્ટીકલમા નીચે PDF ડાઉનલોડ કરવા લીંક પણ આપેલ છે.

મહત્વપૂર્ણ લિંક્સ

ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના ઓફીશ્યલ સાઇટઅહિ ક્લિક કરો.
હોમપેજ અહિ ક્લિક કરો.

Read More – Tar Fencing Yojana 2024: ખેતરની ફરતે તારની વાડ કરવા માટે મળશે સરકારની સહાય,અહી જાણો કેટલી મળે છે સબસિડી અને અરજી પ્રક્રિયા

Leave a comment