Shramyogi Shikshan Sahay Yojana: શ્રમયોગી શિક્ષણ સહાય યોજના ગુજરાત,મળવાપાત્ર સહાયરૂ. 30,000,અહી જાણો અરજી માટેની તમામ વિગતો

Shramyogi Shikshan Sahay Yojana: નમસ્કાર મિત્રો,બાંધકામ વ્યવસાય માં જોડાયેલા જરૂરિયાતમંદ બાંધકામ શ્રમિકો ના બાળકો પ્રાથમિક શાળાથી શરૂ કરીને ઉચ્‍ચ શિક્ષણ (પી.એચ.ડી) સુધી ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શિક્ષણ સહાય પૂરી પાડવા માટે આ શ્રમયોગી શિક્ષણ સહાય સહાય યોજના શરૂ કરવામાં આવી છે.

આ લેખ માં શ્રમયોગી શિક્ષણ સહાય યોજના શું છે? મળવાપાત્ર સહાય, જરૂરી ડોક્યુમેન્ટ, સહાય માટે અરજી કેવી રીતે કરવી વગેરે તેના વિષે આજના લેખમાં અમે તમને તમામ માહિતી આપીશું.

શ્રમયોગી શિક્ષણ સહાય યોજના | Shramyogi Shikshan Sahay Yojana

યોજના નું નામશ્રમયોગી શિક્ષણ સહાય યોજના
વિભાગબાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ ગુજરાત
લાભાર્થીગુજરાત ના બાંધકામ શ્રમિકો ના બાળકો
મળવાપાત્ર સહાયરૂ. 30,000 સુધી શિક્ષણ સહાય
સતાવાર વેબસાઇટhttps://sanman.gujarat.gov.in/
હેલ્પલાઈન નંબર079-25502271

યોજનામાં મળતા લાભ

ધોરણસહાયની રકમહોસ્ટેલ સાથે
ધોરણ 1 થી 4₹500
ધોરણ 5 થી 9₹1000
ધોરણ 10 થી 12₹2000₹2500
ITI ₹5000
પીટીસી₹5000
ડિપ્લોમા કોર્સ₹5000₹7500
ડિગ્રી કોર્સ₹10,000₹15,000
પી.જી કોર્સ ₹10,000₹20,000
પેરા મેડીકલ, નર્સિંગ, ફાર્મસી, ફીસીયોથેરાપી, હોમીયોપેથી, આયુર્વેદ₹15,000₹20,000

Read More –

શ્રમયોગી શિક્ષણ સહાય યોજનાના નિયમો

  • શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ બાંધકામ શ્રમિકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે.
  • બાંધકામ શ્રમિકે નિયત સમય મર્યાદામાં ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • જો બાંધકામ શ્રમિકના બે બાળકોને જ સહાય મળવા પાત્ર રહેશે. તે બંને બાળકના અલગ અલગ ઓનલાઇન ફોર્મ ભરવાના રહેશે.
  • બાંધકામ શ્રમયોગીના બાળકો ની ઉંમર વધુમાં વધુ 30 વર્ષની હોવી જોઈએ. પુત્ર કે પુત્રી જો મૂંગા કે અપંગ હોય તો તેને વયમર્યાદામાં લાગુ પડશે નહીં.
  • જે તે શૈક્ષણિક વર્ષમાં પહેલી ટ્રાયલ પૂરતી જ મર્યાદિત રહેશે. જો વિદ્યાર્થી વર્ગમાં નાપાસ થાય તો તે જ વર્ગ કે ધોરણમાં બીજી વાર સહાય મળવા પાત્ર રહેશે નહીં.
  • જે બાળકો ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે તે બાળકોને આ સહાય મળવા પાત્ર રહેશે નહીં.
  • અરજદાર હોય ઓનલાઇન ફોર્મ ભરતી વખતે સંપૂર્ણ સાચી માહિતી ભરવાની રહેશે અન્યથા તેની અરજી રદ શકે છે.

જરૂરી દસ્તાવેજ

  • વિદ્યાર્થીનું ચાલુ અભ્યાસક્રમનું બોનાફાઇડ સર્ટિફિકેટ
  • આધાર કાર્ડ
  • બેંકની પાસબુક અથવા કેન્સલ ચેક
  • વિદ્યાર્થીના છેલ્લા વર્ષનું રીઝલ્ટ
  • શાળા કે કોલેજમાં ફી ભર્યા ની રીસીપ્ટ
  • જો રૂપિયા 5000 કે તેથી વધુની સહાય હોય તો સોગંદનામુ અને સંબંધી પત્રક ભરવાનું રહેશે.

શ્રમયોગી શિક્ષણ સહાય યોજના અરજી પ્રક્રીયા

  • અરજદાર https://sanman.gujarat.gov.in/ વેબસાઇટ પર જઈ ને ઓનલાઇન અરજી કરી શકે છે.
  • સૌપ્રથમ તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. અને તમને આઈડી પાસવર્ડ મળશે.
  • રજિસ્ટ્રેશન માં તમને બાંધકામ શ્રમિક ની વિગતો પૂછશે તે ભરવાની રહેશે. અને Create બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ આઈડી પાસવર્ડ દ્વારા લૉગઇન કરવાનું રહેશે.
  • પછી તમારે શિક્ષણ સહાય/ પી.એચ.ડી યોજના પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારી સામે યોજના વિશે માહિતી અને નિયમો જોવા મળશે તે વાંચી ને Accept બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ Apply બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • પછી તમારે Personal Details ભરવાની રહેશે જેમાં શ્રમિક ઓળખ કાર્ડ ની વિગતો, વિદ્યાર્થી ની માહિતી અને સરનામું લખવાનું રહેશે. અને Save બટન ક્લિક કરવાનું રહેશે.
  • પછી તમારે Scheme Details ભરવાની રહેશે જેમાં અભ્યાસ ની વિગતો ભરવાની રહેશે.
  • પછી તમારે ડોક્યુમેંટ્સ અપલોડ કરવાના રહેશે.
  • ડોક્યુમેંટ્સ અપલોડ કર્યા બાદ તમારે નિયમો વાંચી ને હું ઉપર ની બધી શરતો થી સહમત છું. સિલેકટ કરવાનું રહેશે અને Save બટન ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારી અરજી સબમિટ થઈ ગઈ છે અને તમને અરજી નંબર મળ્યા હશે એ સાચવી ને રાખવા તેની મદદ થી તમે તમારી અરજી ની સ્થિતિ ચેક કરી શકો છો.

Read More – Apple housing scheme:એપલ આવાસ યોજના 2024,દેશમાં બનશે 78,000 નવા ઘરો,અહી જાણો કેવી રીતે મેળવવો લાભ

Leave a Comment